મેંદરડા, તા. ૧૬
મેંદરડાના પ્રજ્ઞાચક્ષુ યુવાને સોફ્ટવેર એન્જીનીયરની પદવી પ્રાપ્ત કરવા બદલ માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ બેન્ક દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડા ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજનામાં આવ્યો હતો. મેંદરડા સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને માધવ બેન્કના ચેરમેન હરસુખભાઈ વઘાસીયાનો પુત્ર ભાર્ગવ પોતે દ્રષ્ટીહીન હોવા છતાં સોફ્ટવેર એન્જીનીયર બની બેંગ્લોરની કંપનીમાં આશરે ૯૦,૦૦૦ જેટલા માસિક પગારથી જોબ મેળવી અસાધારણ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ તેમજ સમાજની અંદર એક સારૂ એવું ઉદાહરણ પૂરૂ પાડવા બદલ માધવ બેન્ક કો-ઓપરેટીવ સોસાઈટી દ્વારા તેનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર ભાર્ગવની હિમંતને દાદ દેવી પડે તેવી તેની કામગીરી જોઈ તેના અનુસંધાને માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ દ્વારા પ્રજ્ઞા ચક્ષુ યુવાનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત માધવ બેન્કના એમ.ડી. હર્ષદભાઈ વલ્લભભાઈ વાઘાણી, માધવ બેંકનાં જનરલ મેનેજર શ્રી ભટ્ટ, મેંદરડા બ્રાન્ચમાંથી જયેશભાઈ પંચાસરા, અરવિંદભાઈ પટોલીયા, ગ્રા.પં. ઉપસરપંચ કમલેશભાઈ સોલંકી, સંસ્થાનાં સ્થાપક દીપકભાઈ ઢેબરીયા, બ્રાંચ ડાયરેક્ટર દીપકભાઈ બલદાણીયા વગેરે હાજર રહ્યા હતા.
