પ્રજ્ઞાચક્ષુ યુવક સોફ્ટવેર એન્જીનીયર બન્યો,મેંદરડાના યુવાનની દ્રષ્ટિ ચાલી ગઈ,હિંમત નહીં

બેંગ્લોરમાં જોબ કરતો ભાર્ગવ મહીને રૂ.૯૦ હજારથી વધુ કમાય છે.

મન હોયતો માળવે જવાય એવી જ રીતે મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસીયાનો દીકરો ભાર્ગવ ૧૦ વર્ષનો થયો ત્યારે એની આંખોના નિષ્ણાંત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો ન્હોતો. દિવસે દિવસે દ્રષ્ટી ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ ૧૦માં આવ્યો ત્યારે સંપૂર્ણ દ્રષ્ટીહીન થઇ ગયો.

        ભાર્ગવની દ્રષ્ટિ જતી રહી પણ હિમંત અકબંધ રહી હતી. મેંદરડામાં જ અભ્યાસ આગળ ચાલ્યો અને ૧૨માં ધોરણમાં પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ ૯૯.૭૧પીઆર સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા-પિતાને પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની વધુ ચિંતા હોય એ સ્વાભાવિક છે. પિતા હરસુખભાઈએ ભાર્ગવને કહ્યુ કે આપણે આર્ટસ રાખીને આગળનો અભ્યાસ કરીએ પણ ભાર્ગવે મક્કમતાથી કહ્યું પણ પપ્પા મને કમ્પ્યુટરમાં રસ છે. મારે એ લાઈનમાં આગળ વધવું છે.

        ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમીશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજોના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમીશન લઇ લીધું. બી.સી.એ.ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી. આંખે દેખાતું ન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપલીકેશન કે વેબસાઈટ જોય સૌ કોઈ પ્રભાવિત થતા. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો હતો જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જીનીયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એક્સપર્ટ બન્યો.

        બેંગલુરૂની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટેની ઓફર મળી. બંને આંખે દેખાતું હોવા છતાં આપણે રાજ્ય બહાર નોકરી કરવા જવા તૈયાર નથી પણ ભાર્ગવ એકલો બેંગ્લોર જવા તૈયાર થયો. જે કંપનીમાં એને જોબ મળી એમાં ભાર્ગવ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતો. પોતાના અસાધારણ કામ દ્વારા એને સાબિત કરી આપ્યું  કે દ્રષ્ટિહીન માણસ પણ કમ્પ્યુટરનું બધું જ કામ કોઈ પણ જાતની ભૂલ વગર કરી શકે છે.

        બેંગલુરૂમાં ભાર્ગવ પેઈંગ ગેસ્ટ તરીકે એકલો જ રહે છે. અને જયારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ રહે છે અને જયારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે. કંપનીમાંથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વાર ભાર્ગવ મહીને ૯૦૦૦૦થી પણ વધુ કમાઈ લે છે.

જસદણમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો.

        જસદણ :કોરોના મહામારી ૩ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે બાળકોમાં કોરોના અંતર્ગત જસદણ તાલુકાના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરનો વર્કશોપ જસદણ તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજાયો હતો. જેમાં જીલ્લા વિકાસ અધિકારી અનિલ રનાવાસીયા, પ્રાંત અધિકારી પ્રીયાંકકુમાર ગલચર, તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ધવલ ગોસાઈ, નાયબ તાલુકા વિકાસ અધિકારી વિશાલ પરમાર સહીતના હાજર રહેલ હતા.