૧૦માં વર્ષથી આંખ નબળી પડી, ધોરણ ૧૦ માં આવતા અંધ બન્યો
મહીને ૯૦૦૦૦ની કમાણી, અન્ય ૧૦પ્રજ્ઞાચક્ષુને નોકરીએ લગાડયા
મેંદરડાનો અંધ યુવાન કોમ્પ્યુટર એક્સપર્ટ બની મહીને ૯૦૦૦૦ની કમાણી કરે છે. એટલું જ નહિ અન્ય ૧૦ પ્રજ્ઞાચક્ષુઓને પણ નોકરી અપાવી છે.
આ અંગે મળતી વિગત મુજબ મેંદરડાના શિક્ષક હરસુખભાઈ વઘાસીયાનો પુત્ર ભાર્ગવ ૧૦ વર્ષનો થયો ત્યાર આંખ નબળી પડી અને ધોરણ ૧૦મા આવ્યો ત્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન બન્યો. છતાં મન હોય તો માળવે જવાય તેમ આ યુવાન ધોરણ ૧૨માં ૯૯.૭૧ PR. સાથે મેંદરડા કેન્દ્રમાં ફર્સ્ટ આવ્યો. બાદમાં ગોંડલની કોલેજમાં ભણી કોમ્પ્યુટર સોફ્ટવેર ઇન્જિનીયર જેટલું જ જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એકસપર્ટ બન્યો. હાલ ભાર્ગવ બેંગ્લોરની મલ્ટીનેશનલ કંપનીમાં સર્વિસ કરી પગાર તેમજ અન્ય કામ દ્વારા મહીને 90000 કમાઈ છે.
એટલું જ નહિ અન્ય ૧૦ પ્રજ્ઞાચક્ષુઓને પણ નોકરીએ લગાડયા છે. ભાર્ગવ હાલ બેંગ્લોરમાં એકલો જ પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. અને વતનમાં આવવાનું હોય છે. ત્યારે સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસીયા, તેમના પત્ની રીટાબેનણે દીકરાની આંતરીક્ન્શક્તિ ખીલવવામાં પ્રેરણારૂપ ભૂમિકા ભજવવા બદલ બિરદાવ્યા છે.
