મેંદરડામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

મેંદરડાની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એલ.આઈ.સી. જુનાગઢ શાખા દ્વારા ધો. ૧ થી ૧૨ માં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓ તેમજ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતીએ યોજાયેલ ક્વીઝમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું જુનાગઢના શાખા મેનેજર રામનાણી સહિતનાઓની હાજરીમાં શિલ્ડ આપી સન્માન કરાયું હતું.