મેંદરડાનાં અંધ વિધાર્થીએ ધોરણ 12માં 84 ટકા મેળવ્યાં

માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડનું તાજેતરમાં પરીણામ જાહેર થયું છે. જેમાં મેંદરડાના અંધ વિધાર્થીએ ધોરણ 12 આર્ટસમાં 84.85 ટકા મેળવી રાષ્ટ્રીય અંધજન મંડળનું ગૌરવ વધાર્યુ છે.  ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતાં મેંદરડાનાં ભાર્ગવ હરસુખભાઇ વઘાસીયાએ જે 90ટકા અંધ હોવા છતાં બોર્ડમાં 84.85 ટકા મેળવ્યાં છે. ભાર્ગવ ધોરણ 6માં હતાં ત્યારે સામાન્ય દેખાતું હતું બાદમાં ધીમે ધીમે આંખની રોશની જતી રહી હતી. રાઇટરની મદદથી પરીક્ષા આપવાનું શરૂ કર્યુ હતું. ધોરણ 10માં 75ટકા મળ્યાં હતાં. બાદ જુનાગઢ આવેલી રાષ્ટ્રીય અંધજન મંડળનાં અનિલભાઇ પટેલ અને શિક્ષક પ્રકાશભાઇ ભટની મદદથી બ્રેઇન લીપીથી પરીક્ષા આપી હતી, જેમાં ઉત્તમ પરીણામ મળ્યું છે. તેમજ માતા – પિતાનો સહકાર મળ્યો છે. તેમજ મહેનતનું ફળ આજે મળ્યું છે. આગળ બીસીએમાં અભ્યાસ કરવો છે.