આ જ્ઞાન યજ્ઞમાં આધ્યાત્મિક હેતુ સિધ્ધ કરવા માટેના સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું
તા. ૨૧ ના રોજ વઘાસીયા પરિવારના ભામાશા મનસુખભાઈ વઘાસીયા (ડેની)ની રકતતુલા થશે
મંડપ પરિસરમાં વ્યાસનમુક્તિ,સ્વચ્છતા સંદેશ, રક્તદાન કેમ્પ, ચક્ષુદાન સંકલ્પનું આયોજન
કથા દરમિયાન સમાજશ્રેષ્ઠઓ, સમાજના તેજસ્વી તારલાઓ અને અગ્રણીઓનું સન્માન
કથા પરિસરમાં વિવિધ પ્રકારનાધાર્મિક સામાજિક ફલોટસ દ્વારા રાષ્ટ્રભાવનાનો સંદેશો
પવિત્ર આચરણ વાળી વ્યક્તિના ચરણની પૂજા કરવાથી જીવનનો આંતરિક વિકાસ થાય છે. શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ
સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞમાં દ્વિતીય દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, જલથેરાપી કેમ્પ યોજાયો.
દ્વિતીય દિવસે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટએ પોતાની રસાળ શૈલીમાં, અદભુત દેવી ભાગવતનું વર્ણન કરતા જણાવ્યું કે જીવનમાં મુખ્ય પાંચ શક્તિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. જેમાં પ્રતિકારક શક્તિ, તેજસ્વીતા, સંપતિ, બુધ્ધી, અને આનંદ. આ પાંચ વસ્તુ જીવનમાં પ્રાપ્તિ માટે લૌકિક ઉપાય કરવા છતાં સફળતા ન મળે તો એ પાંચેયના અલૌકિક ઉપાયો છે. જે પ્રતિકાર શક્તિ-દુર્ગા, તેજસ્વીતા- ગાયત્રી, સંપતિ-લક્ષ્મી, આનંદ-રાધાની ઉપાસના દેવી ભાગવતમાં વર્ણવી છે. તેમજ પવિત્ર આચરણ વાળી વ્યક્તિના ચરણની પૂજા કરવાથી જીવનનો આંતરિક વિકાસ થાય છે. અને મહાભારતમાં પાંડુ કુળ ઉપર ભગવતીની કૃપાની કથા અને વ્યાસ અને શુકદેવજીના દિવ્ય-જન્મ કર્મોની કથાનું અદ્ભુત વર્ણન કરેલ હતું.
આજ સવારથી જ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં બપોરના ૧વાગ્યા સુધીમાં આશરે ૧૧૦થી વધુ બોટલો એકત્ર થઇ ગઈ હતી. આ બળદ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ રોયલ,અમરેલીના સહયોગથી કરવામાં આવ્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી તા.૨૧ અને ૨૪ના રોજ યોજાશે.
આ જ્ઞાન યજ્ઞમાં માત્ર આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન યજ્ઞ માં પરીવારમાંથી એક યુવાન ભાર્ગવકુમાર – મેંદરડાથી લાભ લેવા પધારેલ, જેઓનું પરિવાર તરફથી વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. આ યુવાન અંધ હોવા છતાં જે યુવકો સંપૂર્ણ હોય તેના કરતા પણ અદ્ભુત સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. જેઓએ જણાવ્યું કે, તેઓ આગામી સમયમાં ઓનલાઈન પ્રોગ્રામિંગ ટ્રેનર તરીકે સેવા બજાવશે.
આ યજ્ઞમાં લાભ લેવા માટે રાધે રાધે થી પ્રખ્યાત એવા જીજ્ઞેશદાદા( ભાગવતાચાર્ય ),વસંતભાઈ મોવલીયા( ટ્રસ્ટી ખોડલ),વી.ડી. વઘાસીયા(રાજકોટ), સુરેશભાઈ દેસાઈ(સંજોગ ન્યુઝ ), મનુભાઈ દેસાઈ(ખોડલધામ સમાધાનપંચ અમરેલી ), મુકેશભાઈ કોરટ( લાયન્સ ક્લબ ઓફ રોયલ મંત્રી ), ભરતભાઈ પાનસુરીયા (ખોડલધામ સમિતિ અમરેલી ),પ્રભાતભાઈ( જિલ્લા પંચાયત સદસ્ય, અમરેલી ),ધીરુભાઈ વઘાસીયા( વીજપડી,સુરત ),પ્રકાશભાઈ વઘાસીયા (જેતપુર),તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
