મેંદરડા :તા. 14/07/2014 ના રોજ એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયાની જુનાગઢ શાખા દ્વારા ધોરણ ૧થી ૧૨ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં એલ.આઈ.સી.ની જુનાગઢ શાખાના બ્રાંચ મેનેજર શ્રી રામનાણી, આસી. બ્રાંચ મેનેજર શ્રી ઝાપડા વિકાસ અધિકારી શ્રી આર.જી. કનોજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૮ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામિ વ્વેકાનંદ ૧૫૦ મી જન્મજયંતિ યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીને પણ સંસ્થા દ્વારા શીલ્ડા આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી હરસુખભાઈ વઘાસીયાએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય તથા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સુપરવાઈઝર રેયાનભાઈ સિધ્ધપુરા એ સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટીધીરૂભાઈ ઢેબરીયાએ વિદ્યાર્થી તથા શિક્ષકોને બિરદાવ્યા હતા. સંસ્થાના સંચાલક શ્રી દીપકભાઈએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. સંચાલન હિતેશભાઈ ધડુકે કર્યું હતું. ( તસ્વીર અહેવાલ ગૌતમ શેઠ – મેંદરડા ) (૧.૧૩)
