મેંદરડામાં કોમ્પ્યુટર નિષ્ણાંત પ્રજ્ઞાચક્ષુ યુવાનનું સન્માન

મેંદરડાની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પૂર્વે  વિદ્યાર્થી એવા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કોપ્યુટરમાં બેનમુન નિપુણતા ધરાવતા ભાર્ગવ હરસુખભાઈ વઘાસીયાનો સન્માન કાર્યક્રમ યોજયો હતો. તેઓને શિલ્ડ, સન્માનપત્ર અર્પણ કરેલ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. નોંધનીય છે કે, ભાર્ગવ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બી.સી.એની ડીગ્રી મેળવી બેંગલોર સ્થિતિ ઈ.ટી. કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે.