મેંદરડાનો એક પ્રજ્ઞાચક્ષુ યુવાન સોફ્ટવેર એન્જીનીયર બનતા શહેરમાં તેનો સન્માન કર્ક્રમ યોજાયો હતો. મેંદરડાની માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાઈટીનાં ચેરમેન હરસુખભાઈ વઘાસીયાનો પુત્ર ભાર્ગવ આંખથી દિવ્યાંગ છે. તેણે સોફટવેર એન્જીનીયરની ડિગ્રી મેળવી છે. અને તેની તેજસ્વીતા જોઈ બેંગ્લોરની આઈટી કંપનીએ માસિક ૧ લાખના પગાર સાથે જોબ ઓફર કરી છે. તેની આ સિધ્ધિ બદલ મેંદરડામાં તેનું ખાસ સન્માન કરાયું હતું. અને તેની સિધ્ધીને બિરદાવી હતી.
