માનવી પાસે તીવ્ર ઇચ્છા શક્તિ હોય તો આસમાનનાં તારા પણ તોડી શકે, પંગુમ લંઘયતે ગીરીમ એ કહેવત કઇં અમસસ્તી નથી પડી. કુદરત જ્યારે માનવીની ધીરજ અને જીજીવિષાની કસોટી કરવા ચાહે ત્યારે તે કંઇ પણ ખોટ આપીને માનવીને બાકીની તમામ ઇન્દ્રીયોનો ભરપુર ઉપયોગ કરવા ઇજન આપે છે. આવો જ એક પ્રેરક દાખલો ગોંડલની એમ.બી. કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતો અઢાર વર્ષનો ભાર્ગવ હરસુખભાઇ વઘાસીયા પુરૂ પાડી રહ્યો છે. બંન્ને આંખોમાં ભલે દ્રષ્ટિ નથી પરંતુ, જ્યારે તે કમ્પ્યુટર ઓપરેટ કરે ત્યારે ભલભલા માસ્ટર્સ મોઢામાં આંગળા નાખી દેવા મજબુર બની જાય.
બીસીએમાં અભ્યાસ કરતો 18વર્ષના ભાર્ગવની બન્ને આંખોમાંથી દ્રષ્ટિ જતી રહી છે. ધોરણ 12 ની પરીક્ષામાં ભાર્ગવ અંધ વિધાર્થીઓની કેટેગરીમાં ભાર્ગવ કેન્દ્ર ફર્સ્ટ આવ્યો છે. તેનુ મુળ વતન મેંદરડા રહે છે તેના પિતા હરસુખભાઇ વઘાસીયા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે. ભાર્ગવને બચપનથી જ કમ્પ્યુટર પ્રત્યે લગાવ રહ્યો છે. તેના માતા રીટાબેન પુત્રની ઇચ્છાશક્તિને પારખીને તેની તમામ મદદ કરી રહ્યા છે. અને તેને કોલેજ મુકી પણ જાય અને તેડી પણ જાય છે. હાલ માતા-પુત્ર ગોંડલ ભાડાનાં મકાનમાં રહે છે.
દશ વર્ષનો હતો ત્યારે દ્રષ્ટિ છીનવાઇ
રીટાબેન કહે છે કે ભાર્ગવ 10 વર્ષનો હતો ત્યારથી જ્ઞાનતંતુની નસ સુકાવા લાગી હતી અને ધીમે ધીમે બન્ને આંખોનું નુર હણાઇ ગયુ હતુ. ભાર્ગવ સાવ અંધ બની ગયો. નાના મોટા તબીબોને અનજોયું પરંતુ કોઇ ફેર ન પડયો.અમેરીકા અને લંડન પણ ફાઇલ મોકલી જોઇ. છતાં મેડીકલ સાયન્સ પાસે આ બીમારી કોઇ ઇલાજ નથી.
સામાન્ય વિધ્યાર્થીની જેમ જ કોલેજ લાઇફ એન્જોય કરે
જોવાની ખુબી એ છે કે ભાર્ગવે કમ્પ્યુટરનું પ્રાથમીક જ્ઞાન મહેન્દ્રભાઇ જગડ પાસેથી મેળવ્યું છે. અને તેઓ પણ બીસીએના પહેલા સેમેસ્ટરમાં તેણે 64 ટકા ગુણ પણ મેળવ્યાં. એમબી કોલેજના બીસીએના લેકચરર ઇસોટીયા અને આરદેશણા ગર્વથી કહે છે કે ભાર્ગવની માસ્ટરી છે. ઉલ્લેખનીય છે કે કમ્પ્યુટર ઓપરેટ કરવામાં તેને એન્જલ ડિવાઇસ ખાસ મદદ કરે છે. આ ડિવાઇસથી ભાર્ગવને સાઉન્ડ મળતો રહે છે અને તે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.
