જુનાગઢ : જુનાગઢના રાષ્ટ્રીય અંધજન મંડળના શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ મેંદરડા તાલુકાની અરણીયાળા ગામની યોગેશ્વર વિધા મંદિરમાં અભ્યાસ કરતાં ધોરણ 12 નાં અલ્પદ્રષ્ટિ ધરાવતા વિધાર્થી ભાર્ગવ હરસુખભાઇ વઘાસીયાએ 84 ટકા માર્કસ મેળવીને સફળતા મેળવતાં સંસ્થા અને સ્ટાફ પરિવારે આ વિધાર્થી ને બિરદાવ્યો છે.
