ગોંડલનો પ્રજ્ઞાચક્ષુ યુવાન બેંગ્લોરની ટોચની કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર

ગોંડલ, તા. ૪
જેનો હોંસલો બુલંદ છે. એવા લોકો શારીરિક અક્ષમતાને અવગણીને માનસિક બળ વડે આગળ વધે છે અને વિશ્વ માટે મિશાલ બને છે. હાથ પગ કે આંખ ન હોવાથી એમની જીંદગી અટકી જાતી નથી આવું જ એક વિરલ વ્યક્તિત્વ મેંદરડાનો વતની અને ગુજરાતનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સોફ્ટવેર એન્જીનીયર ભાર્ગવ હરસુખભાઈ વઘાસીયા જેને આંખોના અંધાપાને આત્મબળના સહારે પ્રકાશિત કર્યો છે.

ગોંડલની એમ.બી. કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સની ડીગ્રી મેળવી છેલ્લા ચાર વર્ષથી બેંગ્લોર મલ્ટી નેશનલ કંપનીમાં સીનીયર તરીકેની ફરજ બજાવે છે. તેની કંપનીમાં ૧૫૦૦ કર્મચારીઓમાં ભાર્ગવ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ કર્મચારી છે. ગજબની માસ્ટરી  ધરાવતો ભાર્ગવ જયારે આંગળીના ટેરવે કોમ્પ્યુટર ઓપરેટર કરે ત્યારે ભલભલા એક્સપર્ટ પણ મોઢામાં આંગળા નાખી દેવા મજબુર બની જાય છે.

મજબુત ઈરાદા સાથે ભાર્ગવ કહે છે કે ” આપણે સફળ ત્યારે જ કહેવાય કે આપણે સફળ થવામાં મદદરૂપ બનીએ “,આ વાતને ભાર્ગવે સાર્થક કરી છે. ભાર્ગવે પોતાની કંપનીમાં ૧૦ પ્રજ્ઞાચક્ષુઓને નોકરી અપાવી છે. આ ઉપરાંત નોકરીની સાથે સાથે ઓનલાઇન સોફટવેર ટેસ્ટીંગ અને પ્રોગ્રામિંગની ટ્રેનીંગ આપી એક સારૂ એજ્યુકેશન બીજા પ્રજ્ઞાચક્ષુ માટે પૂરૂ પાડે છે.