મનોબળ | મન મક્કમ હોય તો કોઈ અવરોધો પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી તેનું ઉતમ ઉદાહરણ
જુનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વાઘસીયાનો દીકરો ભાર્ગવ ૧૦ વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના નિષ્ણાંત દોકારોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ ૧૦માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન થઇ ગયો. પણ હિંમત અકબંધ હતી. મેંદરડામાં જ અભ્યાસ આગળ ચાલ્યો અને ૧૨માં ધોરણમાં પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ ૯૯.૭૧PR સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા-પિતાણે પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની વધુ ચિંતા હોય એ સ્વાભાવિક છે. પિતા હરસુખભાઈએ ભાર્ગવને કહ્યું કે આપણે આર્ટસ રાખીને આગળનો અભ્યાસ કરીએ.’ ભાર્ગવે મક્કમતાથી કહ્યું, ‘ના પપ્પા, મને કમ્પ્યુટરના અભ્યાસમાં રસ છે. મારે એ લાઈનમાં આગળ વધવું છે.’
ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમીશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમીશન લઇ લીધું. હરસુખભાઈ પોતાની નોકરીને કારણે મેંદરડામાં એકલા રહ્યા અને પત્ની રીટાબેનણે ભાર્ગવ સાથે ગોંડલ મોકલી આપ્યા.
રીટાબેન રોજ દીકરાને લેવા-મુકવા માટે જતા. બીસીએ ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કમ્પ્યુટર સોફટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી. આંખેથી દેખાતું ન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપ્લીકેશન કે વેબસાઈટ જોઈ સૌ કોઈ પ્રભાવિત થતા. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો હતો જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જીનીયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એક્સપર્ટ બન્યો.
પોતાની ટીમમાં અન્ય ૧૦ પ્રજ્ઞાચક્ષુ યુવાનને સામેલ કર્યો. ભાર્ગવે બેંગલુરૂમાં પોતાની ટીમમાં બીજા ૧૦ પ્રજ્ઞાચક્ષુ યુવાનોને સામેલ કાર્ય જેમાં ગુજરાતના યુવાનોને પણ સમાવેશ થાય છે. બેંગલુરૂમાં ભાર્ગવ પેઈંગ ગેસ્ટ તરીકે એકલો જ રહે છે. અને જયારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે. કંપનીમાંથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વારા ભાર્ગવ મહીને ૯૦૦૦૦થી પણ કમાઈ લે છે.
